પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૫-૨૬ પ્રથમ વર્ષ (D.EI.Ed ) ( પી.ટી.સી.)પ્રવેશ અંગેની જાહેરાત
ફોર્મ ભરવાની સમય મર્યાદા
તા.૨૯/૦૫/૨૦૨૫ થી તા ૧૦/૦૬/૨૦૨૫ (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાનજે અઘ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અઘ્યાપન મંદિર ખાતે રૂ.૨૫/- રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફૉર્મ તે અઘ્યાપન મંદિરમાં તા.૧૦/૦૬/૨૦૨૫ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં પરત આપવાના રહેશે.
ફોર્મ સાથે જમા કરાવવાના ડોક્યુમેન્ટ
પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે, એચ.એસ.સી.માર્કશીટ,ટ્રાયલ સર્ટીફીકેટ,સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, દિવ્યાંગતાનો દાખલો,જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૫ પછીનું નોન ક્રિમીલેયર (Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનુ રહેશે અને તે અગાઉનું નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે. ‘આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે.
પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઇશે.
પ્રવેશ માટે લઘુતમ ગુણ
ઉમેદવાર ધોરણ-૧૨માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ.
પ્રવેશનું માધ્યમ
ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે.
વયમર્યાદા
જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૨૫ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે અને ૩૩ વર્ષની ઉમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.
અનામત બેઠકો
અનુસૂચિત જાતિ ૭ %, અનુસૂચિત જનજાતિ ૧૫ % વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં ૫ % બેઠકો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ૨૭ % અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત રહેશે.
પી.ટી.સી. કોલેજની યાદી માટે ક્લિક કરો
ઓફિશિયલ જાહેરાત માટે ક્લિક કરો