PM KISAN CREDIT CARD SCHEME

Breaking

Search This Blog

Showing posts with label education. Show all posts
Showing posts with label education. Show all posts

Thursday, 29 May 2025

May 29, 2025

PTC ADMISSION 2025 | પી.ટી.સી. એડમિશન 2025 શરૂ

 પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૫-૨૬ પ્રથમ વર્ષ (D.EI.Ed ) ( પી.ટી.સી.)પ્રવેશ અંગેની જાહેરાત









રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત,તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓને સીઘી અરજી કરવાની રહેશે.પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની web site: gujarat-education.gov.in/primary પર સંસ્થાઓની યાદી મુકવામાં આવેલ છે. જે નીચે ડાઉનલોડ કરી શકશો. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાનાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરીટના ઘોરણે પ્રવેશ આપવામાં આવશે.


ફોર્મ ભરવાની સમય મર્યાદા

તા.૨૯/૦૫/૨૦૨૫ થી તા ૧૦/૦૬/૨૦૨૫ (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાનજે અઘ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અઘ્યાપન મંદિર ખાતે રૂ.૨૫/- રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફૉર્મ તે અઘ્યાપન મંદિરમાં તા.૧૦/૦૬/૨૦૨૫ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં પરત આપવાના રહેશે. 

ફોર્મ સાથે જમા કરાવવાના ડોક્યુમેન્ટ

પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે, એચ.એસ.સી.માર્કશીટ,ટ્રાયલ સર્ટીફીકેટ,સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, દિવ્યાંગતાનો દાખલો,જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૫ પછીનું નોન ક્રિમીલેયર (Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનુ રહેશે અને તે અગાઉનું નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે. ‘આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૬ સુધીની હોવી જોઈશે.

પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

 ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઇશે.

પ્રવેશ માટે લઘુતમ ગુણ

ઉમેદવાર ધોરણ-૧૨માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ.

પ્રવેશનું માધ્યમ

ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે.

વયમર્યાદા

જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૨૫ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે અને ૩૩ વર્ષની ઉમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.

અનામત બેઠકો

અનુસૂચિત જાતિ ૭ %, અનુસૂચિત જનજાતિ ૧૫ % વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં ૫ % બેઠકો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ૨૭ % અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત રહેશે.

પી.ટી.સી. કોલેજની યાદી માટે ક્લિક કરો

 ઓફિશિયલ જાહેરાત માટે ક્લિક કરો


Monday, 8 May 2023

May 08, 2023

DC Gujarat Adarsh Nivasi Shala Admission 2023 : આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ શરુ 2023-24

Gujarat Adarsh Nivasi Shala Admission 2023: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના વિકસતિ જાતિ કલ્યાનની કચેરી દ્વારા ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે જે તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૪ આદર્શ નિવાસી શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાઓની યાદી “examjayangujrat gov.in ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.

આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન પ્રવેશ જાહેરાત શોર્ટમાં વિગતો

યોજનાનું નામઆદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ૨૦૨૩-૨૪
કોને કોને મળશે પ્રવેશધો.૯, ૧૦ અને ૧૨ માટે
આવક મર્યાદા૬,૦૦,૦૦૦/- લાખ
વિધાર્થીઓને કઈ કઇ સુવિધા મળશે ?આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
અરજીની છેલ્લી તારીખ૩૦/૦૫/૨૦૨૩
અરજીનો પ્રકારઓનલાઇન
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટwww.esamajkalyan.gujarat.gov.in

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ/પાત્રતા

  • આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
  • કન્યાઓના કિસ્સામાં ૪૫% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
  • અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્‍યક્તા બહેનોના બાળકોના કિસ્‍સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
  • વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેઓ અરજી કરી શકશે.
  • પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત

  • અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સુચનાઓ ધ્યાને લેવી.
  • વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • અરજીમાં અધૂરી વિગતો દર્શાવેલ હોય તેમજ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહી.
  • અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં સુધારા/વધારા થઈ શકશે નહી.

મહત્વપુર્ણ લિન્ક

ઓફિશિયલ નોટીફિકેશનઅહીં ક્લિક કરો
કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ અહીં ક્લિક કરો
ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટઅહીં ક્લિક કરો
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પાળવાના નિયમોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા વેબસાઇટઅહીં ક્લિક કરો
અન્ય યોજના કે ભરતી માટે વેબસાઇટઅહીં ક્લિક કરો
જોઇન ટેલેગ્રામ ચેનલ (માહિતિ સૌથી પહેલા મેળવવા)અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૫/૨૦૨૩ છે

આદર્શ નિવાસી શાળા પ્રવેશ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2023ની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે